ગઝલ ગુર્જરી – આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ – ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
ગુજરાતી કવિતા ચયન – ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. કવિતાઓ કવિઓના નામ પ્રમાણે ગોઠવેલી.
ગુજરાતી ગઝલ.કોમ – ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
પ્રત્યાયન – ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ